Site icon hindtv.in

ભાવનગર હાદાનગર વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા

ભાવનગર હાદાનગર વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા
Spread the love

ભાવનગર હાદાનગર વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા
ગટર લાઈન નાખવા મા નડતરરૂપ દબાણો હટાવવા નોટિસ

ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા હાદાનગર વિસ્તારમાં આવેલ સોસાયટીમાંથી ગેરકાયદે ખડકાયેલ દબાણનો સફાયો હાથ ધરવામાં આવ્યો હતો ગટર લાઈન નાખવા માટે આ દબાણો અવરોધ રૂપ હોય જેને પગલે દબાણ હટાવ સેલ ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના હાદાનગર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલ અનેક કાચા પાકા દબાણો તથા અન્ય દબાણો ને લઈને આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચિત્રા જીઆઇડીસી થી સત્યનારાયણ સોસાયટી વચ્ચે ગટરની નવી લાઈન નાખવા માટે જે જગ્યા સંપાદન થયેલી હોય આ જગ્યા પર દબાણોનો રાફડો ફાટ્યો હોય તંત્ર દ્વારા દબાણ કરનારાઓને નોટિસ પાઠવી હતી પરંતુ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર ન કરવામાં આવતા આજરોજ તંત્રએ દબાણ ઉપર jcb ફેરવી દઈ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીની નિહાળવા માટે સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કામગીરી થઈ શકે તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ગટર લાઈન પાથરવા માટે જરૂર જણાય એ વધુ ડિમોલેશન હાથ ધરવાની સંભાવના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે

Exit mobile version