Site icon hindtv.in

સુરતમાં વરાછા વસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ

સુરતમાં વરાછા વસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ
Spread the love

સુરતમાં વરાછા વસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ
બરોડા પ્રિસ્ટેજ ખાતે પાલિકા અને પોલીસની ટીમે દબાણ દુર કર્યા
લારી, પાથરણા વાલા સહીત રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું

સુરતમાં વરાછા વસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. ત્યારે સુરતના બરોડા પ્રિસ્ટેજ ખાતે પાલિકા અને પોલીસની ટીમે દબાણ દુર કર્યા હતાં.

સુરતમાં હાલ પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે ત્યારે બરોડા પ્રિસ્ટેજ ખાતે પાલિકાની ટીમ અને પોલીસના અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા હતાં. લારી, પાથરણા વાલા સહીત રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગ પર ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરવા પોલીસ કમિશ્નરે સૂચના આપી હતી અને ખોટી રીતે રસ્તો રોકીને દબાણો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

Exit mobile version