Site icon hindtv.in

મેવાણીના નિવેદન બાદ ભાજપના એસસી મોરચાની પત્રકાર પરિષદ

મેવાણીના નિવેદન બાદ ભાજપના એસસી મોરચાની પત્રકાર પરિષદ
Spread the love

મેવાણીના નિવેદન બાદ ભાજપના એસસી મોરચાની પત્રકાર પરિષદ
જીગ્નેશ મેવાણી દ્વારા પીએમ મોદી માટે વાણી વિલાસ કરવામાં આવ્યો
જીગ્નેશ મેવાણીની ભાષા ગુજરાતના સંસ્કારોની ભાષા ન હોઈ શકે

વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે પીએમ મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા. આ ઉપરાંત, મેવાણીએ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ નહી કરી શક્યો તે વિશ્વગુરુ થવા પ્રયાસ કરે છે. મેવાણીના આ નિવેદન બાદ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મેવાણીના નિવેદનને સંસ્કારહીન ગણાવ્યું હતું તેમ જ બિનશરતી માફીની માંગણી કરી હતી.

વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં જીગ્નેશ મેવાણીએ પીએમ મોદીનું અપમાન કર્યું છે. પીએમનું અપમાન એ ઉત્તર ગુજરાતનું અપમાન છે. મેવાણીએ ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર વાણી વિલાસનો આરોપ લગાવ્યો હતો. તેમણે ખાસ કરીને જિગ્નેશ મેવાણીના નિવેદનને વખોડતા કહ્યું હતું મેવાણી દ્વારા વડાપ્રધાન માટે જે વાણી વિલાસ કરાયો છે, તે ગુજરાતના સંસ્કારની ભાષા ના હોઈ શકે. આ નિવેદન વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ શરૂ કરે છે. મેવાણીનું નિવેદન એ બક્ષીપંચ સમાજનું અપમાન છે અને સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે, કારણ કે તેમણે વડા પ્રધાનની માતા માટે નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે મેવાણી પર ‘તાયફાની રાજનીતિ’ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે દારૂ જેવા મુદ્દા વિધાનસભા જેવા યોગ્ય ફોરમ પર ઉઠાવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે મેવાણી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરે છે. જિજ્ઞેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મેવાણીએ ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી છે, ભાજપ એસસી મોરચા દ્વારા જિગ્નેશ મેવાણી પાસે માફી માંગવાની માંગણી બાદ કોંગ્રેસે તેના પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ એસસી મોરચાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપી હતી. હિરેન બેંકરે કટાક્ષ કર્યો કે કોરાણે મુકાયેલ ભાજપ SC મોરચો આજે જાગ્યો એ સારી બાબત છે. દલિત પર અત્યાચાર થયા ત્યારે આ મોરચો કેમ ચૂપ હતો? તેમણે પ્રશ્ન કર્યો કે નિષ્ફળ અને નિષ્ક્રિય મોરચાને હવે બ્રહ્મજ્ઞાન કેમ આવ્યું, જ્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવા દલિત અને આદિવાસી સમાજના નેતાઓને અપમાનિત કરે છે ત્યારે મોરચો કેમ ચૂપ રહે છે ?….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version