નવસારી મહાનગરપાલિકા માટે વિઝન નવસારી રજૂ
મહાનગરપાલિકાના 1207 કરોડ વાર્ષિક બજેટ આધારિત વિઝન
સમગ્ર ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ભાજપે નવસારીમાં પોતાનું સકંપ પત્ર રજુ કર્યું
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકા માટે વિઝન નવસારી રજૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના 1207 કરોડ વાર્ષિક બજેટ આધારિત વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નવસારી શહેરને સૌથી પહેલા નવસારી અને સુરતને જોડીને ટ્વીન સીટી બનાવવા માટેનો સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરને સાંસ્કૃતિક વારસાથી આધુનિક વિકાસ સુધી લઈ જવા માટે સ્માર્ટ સંસ્કાર અને સમૃદ્ધ નવસારી બનાવવા માટેનું સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકાને પારદર્શક વહીવટ આપી અને સ્વાસ્થ્ય રોજગાર કોરિડર બનાવવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસ ઝોન વિકસાવવા માટેના પ્રયાસો હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે કોમન ઇકોનોમિક કોરિડોર રોજગાર માટે ડેઇલી કોમ્પ્યુટર સુવિધા સંયુક્ત અર્પણ પ્લાનિંગ સ્ટ્રક્ચર ઇન્ટીગ્રેશન જેવા મિસનો હાથ ધરવામાં આવ્યા છે. સાથે શહેરમાં પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ આરોગ્ય જેવા મહત્વના વિભાગો પર મહાનગરપાલિકાના બજેટ આધારિત વિઝન ડોક્યુમેન્ટ ને રજુ કરી લોકોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે…

