Site icon hindtv.in

સુરત કોંગ્રેસની દારૂ-નશીલા પદાર્થ વિરુદ્ધ રજૂઆત

સુરત કોંગ્રેસની દારૂ-નશીલા પદાર્થ વિરુદ્ધ રજૂઆત
Spread the love

સુરત કોંગ્રેસની દારૂ-નશીલા પદાર્થ વિરુદ્ધ રજૂઆત
નશીલા પદાર્થના વેચાણ સામે કોંગ્રેસની માંગ
સુરતમાં દારૂ અડ્ડા બંધ કરવા કોંગ્રેસની રજૂઆત

સુરતમાંચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ સાથે નશીલા પ્રદાર્થોનુ વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે દેશી-વિદેશી દારૂ અને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતમાં શહેરમાં ગુનાનું પ્રમાણ ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. જેથી શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યાં છે. શહેરી નાગરિકો સાથે લૂંટ, ચોરી, હત્યાના બનાવો રોજે-રોજ બનતા હોવાની ઘટના સમાચાર પત્રમાં પ્રગટ થાય છે. જેમાં સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. જે નાગરિકો અને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ હોય જેથી તાત્કાલિક દારૂ અને નશીલા પ્રદાર્થોનુ વેચાણ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

Exit mobile version