Site icon hindtv.in

ચંડોળા તળાવ ડિમોલીશન પાર્ટ-2ની તૈયારીઓ પૂર્ણ

ચંડોળા તળાવ ડિમોલીશન પાર્ટ-2ની તૈયારીઓ પૂર્ણ
Spread the love

ચંડોળા તળાવ ડિમોલીશન પાર્ટ-2ની તૈયારીઓ પૂર્ણ
અઢી લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા 20 મીથી દબાણ હટાવ કામગીરી
3000 પોલીસકર્મી અને 25 એસઆરપી કંપની ખડપગે રહેશે

અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ-1ની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારથી ફેઝ-2ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ફેઝ-2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. 25 એસઆરપીકંપની પણ બંદોબસ્તમાં જોડાશે

અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ-1ની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારથી ફેઝ-2ની કામગીરી શરૂ કરવાનો નિર્ણયને લઇ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલીશનની ફેઝ-2ની કામગીરીમાં કુલ અઢી લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે. ફેઝ-2ની દબાણ હટાવની કામગીરી મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વધુમાં જણાવ્યું હતું કે, ચંડોળા તળાવ આસપાસ જે દબાણો થયા છે તેને દૂર કરવા માટે ફેઝ-1ની કામગીરી થયા બાદ મંગળવાર (20 મે)થી ફેઝ-2ની કામગીરી શરૂ કરવાની છે. ફેઝ-2ની કામગીરી ત્રણ થી ચાર દિવસ ચાલે તેવી શક્યતા છે. ચંડોળા તળાવ આસપાસ થયેલા દબાણો દૂર કરી અઢી લાખ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવશે. નોંધનીય છે કે, ફેઝ-1ની કામગીરી દરમિયાન કુલ દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી

ચંડોળા વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીએ ગેરકાયદે રહેતા હતા અને ગેરકાયદે ધંધાઓ કરતા હતા. 2025માં અમદાવાદમાંથી કુલ 250 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. જેમાં 207 તો ચંડોળા તળાવ વિસ્તારમાંથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા. 200થી વધુ બાંગ્લાદેશીઓ ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ડિમોલીશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3000 પોલીસ ઓફિસ અને કર્મચારીઓ ઉપરાંત એસઆરપીની 25 કંપનીઓ બે શિફ્ટમાં તૈનાત રહેશે. મહાનગરપાલિકા દ્વારા જ્યાં સુધી ફેઝ-2 ડિમોલીશનની કામગીરી ચાલશે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version