Site icon hindtv.in

ચોટીલામાં જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ ઉજવણીની તૈયારીઓ શરૂ

ચોટીલામાં જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ ઉજવણીની તૈયારીઓ શરૂ
Spread the love

ચોટીલામાં જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ ઉજવણીની તૈયારીઓ શરૂ
ઝવેરચંદ મેઘાણી કોલેજ ગ્રાઉન્ડની સ્થળ તરીકે પસંદગી
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કર્યું સ્થળ નિરીક્ષણ
ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા

નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી.મકવાણા દ્વારા આગામી જિલ્લા કક્ષાના 15મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે ઝવેરચંદ મેઘાણી કોલેજના ગ્રાઉન્ડની પસંદગી કરી અને સાથે સાથે સ્થળ નિરીક્ષણ કરી, અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ

આગામી 15મી ઑગસ્ટ – સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે ચોટીલા ખાતે યોજાનાર છે. કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત, ભવ્ય અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે હેતુસર નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ. ટી. મકવાણા દ્વારા આજે ચોટીલા ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન કોલેજના વિશાળ મેદાનનું નિરીક્ષણ કરી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમ માટે આ મેદાનની પસંદગી કરવામાં આવી ત્યારે એચ. ટી. મકવાણાએ ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, વીજ પુરવઠો, પીવાના પાણી, સ્વચ્છતા, બેરિકેડિંગ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે સ્થળ પર જ સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયસર તમામ તૈયારીઓ પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાના આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે તેમજ તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે દરેક વિભાગે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.સ્થળ નિરીક્ષણ દરમિયાન મામલતદાર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી (TDO) ચોટીલા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય, ગૌરવપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પ્રશાસન દ્વારા આયોજનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે

Exit mobile version