Site icon hindtv.in

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા
Spread the love

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા
બે દિવસમાં અનેક જગ્યાએ રોડ બેસી અને ધોવાઈ ગયા
ભુવામાં એસટી બસ ફસાઈ જતા મુસાફરોમાં ભય

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે બે દિવસમાં અનેક જગ્યાએ રોડ બેસી જવાના અને ધોવાઈ ગયા હોવાના બનાવો સામે આવ્યા છે ત્યારે ઉધના-સચિન રોડ મેઈન રોડ ધસી જતા પડેલા ભુવામાં એસટી બસ ફસાઈ જતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઉધના-સચિન રોડ પર પડેલા ભુવાના કારણે વહેલી સવારે મુસાફરોથી ભરેલી જીએસઆરટીસી બસ અચાનક રસ્તા વચ્ચે ફસાઈ ગઈ હતી. ઘટનાથી બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વરસાદી માહોલ વચ્ચે ક્રેન અને અન્ય સાધનોની મદદથી લગભગ ત્રણ કલાકની મહેનત બાદ બસને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ એક ટેમ્પો પણ એ જ ભુવામાં ફસાઈ ગયો હતો, જેને પણ લાંબી કામગીરી બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા કોર્પોરેટર દેવેન્દ્ર બોકડીયાએ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ બનાવવામાં થયેલી બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને બાદમાં સુરત મનપાની ટીમો સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તો ઘટનાને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

Exit mobile version