સુરતમાં શહેરમાં આ વર્ષે પણ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન
સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશનનું આયોજન
બાળકો માટે યોગ્ય શાળા કઈ રીતે પસંદ કરવી તે અંગે સમજ અપાઈ
સુરતમાં શહેરમાં આ વર્ષે પણ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે તે આ એક્ઝિબિશન 20 અને 21 ડિસેમ્બરના રોજ મેરિયોટ હોટલ ખાતે યોજાયો હતો. જેમાં વાલીઓએ બાળકો માટે યોગ્ય શાળા કઈ રીતે પસંદ કરવી તે અંગે સમજ અપાઈ હતી.
પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 22 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. વિવેક શુક્લા – ડિરેક્ટર અને સીઈઓ, અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઈવેટ લિમીટેડએ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે. આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમાં યુનિસન વર્લ્ડ સ્કૂલ દેહરાદૂન, વિદ્યા દેવી જિંદાલ સ્કૂલ હિસાર, દિલ્હી પબ્લિક સ્કૂલ નાસિક, માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ હૈદરાબાદ, મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ, ધ પેસ્ટલ વીડ સ્કૂલ દેહરાદૂન, 10 એક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ બેંગલુરુ, ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ પુણે, બી.કે. બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન પુણે, માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ હૈદરાબાદ, સંસ્કૃતિ ધ સ્કુલ અજમેર વગેરેનો સમાવેશ થાય છે.
એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. 30 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં સુરત સાથે દેહરાદૂન, બેંગલોર, હૈદરાબાદ, મસૂરી, અમદાવાદ, નાસિક, રાજકોટ, રાજસ્થાન, કોઈમ્બતુર, ગ્વાલિયર, રાયપુર, ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે.

