ભાવનગરમાં રથયાત્રા પૂર્વે ચેકિંગ,
હથિયારો સાથે ફરાર આરોપી ઝડપાયો
પેરોલ-ફર્લો સ્ક્વોડે ચિત્રા મસ્તરામ મંદિર પાસેથી આરોપીને પકડ્યો
પિસ્તોલ સાથે શખસને પોલીસે દબોચ્યો
આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગેરકાયદે પિસ્તોલ સાથે ફરાર આરોપી પીન્ટુભા ગોહિલને દબોચ્યો, ઉમરાળા પોલીસ મથકના વિવિધ ગુનાઓમાં નાસતો-ફરતો આરોપી હરીચંન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભા નિરૂભા ગોહિલ ભાવનગર-રાજકોટ હાઇવે પર ચિત્રા મસ્તરામ મંદિર અને સરકારી અનાજના ગોડાઉન પાસે ઊભો છે.
આરોપી પાસેથી ગેરકાયદે પિસ્તોલ મળી આવી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આરોપીને ઘટનાસ્થળેથી ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. શખસની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદે રીતે રાખેલો ₹2000ની કિંમતનો દેશી બનાવટનો લોખંડનો કટ્ટો અને ₹10000ની કિંમતની એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસે કુલ 12000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બોરતળાવ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની

