નવસારીમાં રાસલોક ગરબા મહોત્સવમાં પ્રિ-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો
નવલી નવરાત્રિ પહેલાં નવસારીમાં ગરબાનો રંગ જામ્યો
ગીતા રબારીના લોકપ્રિય ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા
કચ્છની કોયલકંઠી ગાયિકા ગીતા રબારીએ જમાવ્યો રંગ
રાસલોક ગરબા મહોત્સવમાં હ્યુમનોઇડ રોબોટે પણ રમ્યા ગરબા
લોકસંગીત સાથે આધુનિક ટેક્નોલોજીનો અનોખો સંગમ
નવલી નવરાત્રિના આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે નવસારી શહેરમાં નવરાત્રિનો રંગ જામવા લાગ્યો છે. નવરાત્રિ પૂર્વે આયોજિત રાસલોક ગરબા મહોત્સવના પ્રિ-નવરાત્રિ કાર્યક્રમમાં લોકસંગીત સાથે આધુનિક ટેક્નોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કચ્છની કોયલ કંઠી ગાયિકા ગીતા રબારીના લોકપ્રિય ગરબાના તાલે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા, તો બીજી તરફ રોબોટે પણ ગરબે રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ગીતા રબારીના સૂર અને ગરબાના તાલે ખેલૈયાઓએ મેદાનમાં રમઝટ બોલાવી હતી. રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં સજ્જ ખેલૈયાઓના ઉત્સાહ વચ્ચે ગરબા રમતા રોબોટે કાર્યક્રમમાં ટેક્નોલોજીનો નવો રંગ ઉમેર્યો હતો. રોબોટને ગરબે રમતા જોઈને ઉપસ્થિત લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આમ, પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજીના અનોખા સંગમ સાથે નવસારીના રાસલોક ગરબા મહોત્સવમાં પ્રિ-નવરાત્રિનો માહોલ જામી ગયો હતો. ગીતા રબારીના લોકપ્રિય ગરબા અને રોબોટની રમઝટે ખેલૈયાઓનો ઉત્સાહ બમણો કર્યો હતો અને નવરાત્રિ પહેલાં જ ગરબાનો રંગ જમાવ્યો હતો

