Site icon hindtv.in

સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી

સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી
Spread the love

સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી
મેયર માવાણી અને અધિકારીઓ સાથે ખાડી સફાઈ કામગીરીની સમીક્ષા
મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીમાં વેગ લાવ્યો છે. ત્યારે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મેયર માયાબેન માવાણી અને અધિકારીઓ સાથે ખાડી સફાઈ કામગીરીની સમીક્ષા કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાને અટકાવવા માટે મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મેયર માયાબેન માવાણી, કોર્પોરેટરો તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ભગવતી સો પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. ખાડીની સફાઈ માટે એમ્ફિબિયસ એક્સકેવેટર મશીન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કામગીરીમાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સાથે જ તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક તાકીદ પણ કરવામાં આવી હતી.

Exit mobile version