Site icon hindtv.in

કામરેજ રામકબીર શાળામાં બોર્ડ પૂર્વે મોડલ ટેસ્ટ

કામરેજ રામકબીર શાળામાં બોર્ડ પૂર્વે મોડલ ટેસ્ટ
Spread the love

કામરેજ રામકબીર શાળામાં બોર્ડ પૂર્વે મોડલ ટેસ્ટ
વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડવા રામકબીર શાળાની અનોખી પહેલ
બોર્ડ જેવી વ્યવસ્થા સાથે કામરેજમાં મોડલ પરીક્ષા યોજાઈ

બોર્ડની પરીક્ષાનો હાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કામરેજની રામકબીર શાળામાં મોડલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું.

જયારે HSC અને SSC બોર્ડ ની પરીક્ષા ઓ આવતી હોય છે ત્યારે વિધાર્થીઓ પરીક્ષા ની તૈયારી અને પોતાની શાળા છોડી અન્ય શાળા મા પરીક્ષા આપવાની હોય છે તેવા વિધાર્થીઓ ખુબજ તણાવ અનુભવ કરતા હોય છે અને યોગ્ય પરિણામ મેળવી શકતા નથી. વિધાર્થીઓ મા આત્મ વિશ્વાસ વધે અને તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કામરેજની રામકબીર શાળામાં મોડલ ટેસ્ટ કરાવવામાં આવી રહી છે. આ ટેસ્ટ મા તમામ ફેકલ્ટી ના વિધાર્થીઓ ને આબેહૂબ બોર્ડ ની પરિક્ષા નુ વાતાવરણ ઉભુ કરી પરીક્ષા આપવાનું હોય છે જેમા તેમને પરીક્ષા પ્રવેશ ના પહેલા દિવસે સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લઈ શિક્ષકો દ્વારા કુમકુમ તીલક કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવવામાં આવે છે અને બોર્ડ ની પરીક્ષાની જેમ જ બારકોડ વાળી ઉત્તરવહી આપવામાં આવે છે. બોર્ડ ની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરી વિધાર્થીઓ ના આત્મ વિશ્વાસ મા વધારો કરવામાં આવે છે આ પરીક્ષા કામરેજ , ઓલપાડ , અને પલસાણા તાલુકા ની વિવિધ શાળા ના 778 જેટલા વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને વિવિધ શાળા ના શીખશો પરીક્ષક તરીકે હાજર રહ્યા હતા..

Exit mobile version