Site icon hindtv.in

પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

દાહોદ :પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
Spread the love

પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ગુરુ નાનક જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનો આયોજન કરાયુ
ભક્તોએ મહાપ્રસાદી લંગરનો લાભ લીધું હતું.

દાહોદ ખાતે ગુરુ નાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતી નિમિત્તે પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

દાહોદ ના ઠક્કર ફલીયા સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક ની ૫૫૫ મી જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત ૦૭ દિવસ અગાઉથી સિખ સમાજ અને સિંધી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારે પ્રભાત ફેરી નું આયોજન કરાયું ત્યારે ગુરુ નાનક જયંતિ નિમિત્તે દાહોદ શહેર ના ઠક્કર ફલીયા ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું હતું. શબ્દ કીર્તન લંગર મહાપ્રસાદી નું પણ આયોજન કરાયું જેમાં ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી સાથે અહીં ચાલતા ત્રણ દિવસના લંગરના મહાપ્રસાદી ના કાર્યક્રમમાં મહિલાઓ પુરુષો સહિત લોકોએ પોતાની સેવા આપી હતી ગુરુદ્વારા માં ભજન કીર્તન સહિતના કાર્યક્રમ બાદ ભક્તોએ મહાપ્રસાદી લંગરનો લાભ લીધું હતું. ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના સ્થાપક પણ હતા તેઓ કોઈ એક ધર્મ ના ગુરુ ન હતા પરંતુ આખી સૃષ્ટિના જગતગુરુ હતા તેમનો જન્મ પૂર્વ ભારતની પાવન ધરતી પર કારતક પૂર્ણિમા ના દિવસે 1469 માં લાહોર થી નજીક 40 કિલોમીટર આવેલ તલવંડી નામના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કલ્યાણ રાય મહેતા હતું અને માતાનું નામ ત્રિપતાજી હતું, ત્યારે આજરોજ ગુરુનાનક જન્મ જયંતિ અને પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી,..

Exit mobile version