Site icon hindtv.in

સુરતમાં પોક્સોના બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયા

સુરતમાં પોક્સોના બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયા
Spread the love

સુરતમાં પોક્સોના બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયા
વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા
ઘનશ્યામ ઉર્ફે સુંદર મુલારામની ધરપકડ

સરથાણા પોલીસ મથકમાં બળાત્કાર અને પોક્સોના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી એલસીબી શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસકમિશનર ઝોન વન આલોક કુમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધવા સુચના અને માર્ગદર્શન આપ્યુ હોય જેને લઈ એલસીબી ઝોન વનની ટીમના અ.હે.કો. સહદેવસિંહ તથા હરિસિંહ અને કરણસિંહને મળેલી બાતમીના આધારે સરથાણા પોલીસ  મથકમાં બળાત્કાર તથા પોક્સોના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનના ડીડવાણા જિલ્લાના ઘનશ્યામ ઉર્ફે સુંદર મુલારામને રાજસ્થાનના પીપલાદ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version