Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોના આરોપી ફરારનો મામલો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોના આરોપી ફરારનો મામલો
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોના આરોપી ફરારનો મામલો
ખટોદરા પોલીસે ચોકબજાર પોલીસ સાથે મળી ઝડપી પાડ્યો
શુભમ ઉર્ફે ડોન સુરેશ શર્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાગ્યો હતો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ભાગી છુટેલા પોક્સોના આરોપીને ખટોદરા પોલીસે ચોકબજાર પોલીસ સાથે મળી ઝડપી પાડ્યો હતો.

સુરતની ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે લાજપોર જેલમાંથી કોર્ટમાં રજુ કરાયેલો પોસ્કોનો આરોપી શુભમ ઉર્ફે ડોન સુરેશ શર્મા કોર્ટમાં ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાંથી આરોપી પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો હતો. જે અંગે ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી ત્વરિત તપાસ હાથ ધરી ખટોદરા પોલીસે ચોક બજાર પોલીસને સાથે રાખી ભાગી છુટેલા પોક્સોના આરોપી એવા શુભમ ઉર્ફે ડોન સુરેશ શર્મા ને સિંગણપોર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version