સુરત જિલ્લાના બારડોલી એજ્યુકેશન સોસાયટીમાં સત્તાની ખેંચતા
વ્યોમભાસ્કર જૂથ ખસી જતા હવે ફરી મામલો હાઇકોર્ટમાં
સંસ્થાની એફડીનો દૂર ઉપયોગ થયાંની ફરિયાદ કરી
સુરત જિલ્લાના બારડોલી એજ્યુકેશન સોસાયટીમાં સત્તાની ખેંચતાણ વધી રહીં છે. સમાધાન પ્રક્રિયામાં ફરી વ્યોમભાસ્કર જૂથ ખસી જતા હવે ફરી મામલો હાઇકોર્ટમાં અંતિમ ચુકાદા ઉપર ગયો છે. અને એક જૂથમાં સંચાલકો દ્વારા હસુ મગન પટેલ અને વ્યોમ પાઠક દ્વારા સંસ્થાની એફડીનો દૂર ઉપયોગ થયાંની ફરિયાદ કરી છે.
1 છેલ્લા સુરત જિલ્લાના શિક્ષણ જગતમાં એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. બારડોલીની પ્રતિષ્ઠિત સંસ્થા ‘બારડોલી એજ્યુકેશન સોસાયટી’ માં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો આંતરિક સત્તા સંઘર્ષ હવે સપાટી પર આવી ગયો છે. સંચાલકો વચ્ચેના અંદરોઅંદરના વિવાદ વકરી રહ્યો છે. ગત દિવસો માં આ મળે અનેક વાર કોર્ટ ના દ્વાર પણ ખટ ખટાવવામાં આવ્યા હતા. બાદ માં ચેરિટી કમિશનર માંથી દેવર્ષિ જોશી અને અજય અધવર્યું ની તરફેણ માં ચુકાદો આપ્યો હતો. બાદ માં ખાદી ધારી વિવાદિત પ્રમુખ હસું મગન પટેલ અને વ્યોમ ભાસ્કર પાઠક દ્વારા રોનક શાહ અને ધવલ કેવડિયા મારફત ગેરકાયદે ચૂંટણી પ્રક્રિયા કરવાતા ચૂંટણી પ્રક્રિયા નો વિરોધ કરાયો હતો.
2 ચૂંટણી પ્રક્રિયા મામલો પણ હાઇકોર્ટ માં ગયો હતો. અને જ્યાંથી બંને જૂથ ને અંદર સમાધાન કરી દેવા જણાવાયું હતું. જોકે તેમાં પણ હસું મગન પટેલ અને વ્યોમ ભાસ્કર દ્વારા આ પ્રક્રિયા કોર્ટ માજ રહેવા દેવા ની પેરવી કરાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. જેતે સમયે સંસ્થા માં અઢી કરોડ ની એફડી હતી. અને ખોટા ખર્ચાઓ ને લઈ એફડી સવા કરોડ પર આવી ગઈ હોવો પણ સુર ઉઠ્યો છે. હવે બારડોલી એજ્યુકેશન સોસાયટી બી એ બી એસ શાળા માં સત્તા માટે વિવાદ ચરમ સીમા એ પોહચી ગયો છે. આગામી 30 તારીખે નામદાર હાઇકોર્ટ માં વધુ કાર્યવાહી અથવા ચુકાદો પણ આવવા ની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવે આવનાર દિવસો માં સંસ્થા માં કહેવાતા ખાદી ધારી નેતા હસું મગન પટેલ , વ્યોમ પાઠક બંને જૂથ સાથે મળી સુખદ ઉકેલ લાવે એજ સંસ્થા ના હીત માં હોવાનું પંથક માં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે શિક્ષણના ધામમાં ચાલી રહેલી આ સત્તાની લડાઈને કારણે સમગ્ર પંથકમાં સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે…

