Site icon hindtv.in

તાપીના વ્યારામાં ખેતરની બંગલીમાં ચાલતા જુગારધામ પર રેડ

તાપીના વ્યારામાં ખેતરની બંગલીમાં ચાલતા જુગારધામ પર રેડ
Spread the love

તાપીના વ્યારામાં ખેતરની બંગલીમાં ચાલતા જુગારધામ પર રેડ
6 ઈસમો ઝડપાયા, રોકડ-મોબાઈલ અને વાહનો સહિત ₹1.71 લાખનો મુદ્દામાલ કબજે

તાપીના વ્યારા તાલુકાના વીરપોર ગામે પોલીસ દ્વારા જુગારધામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

વીરપોર ગામના ગામઠાણ ફળિયામાં 220 કે.વી. જેટકો સબ સ્ટેશનની સામે આવેલી ખેતરની બંગલીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઓચિંતી રેડ કરી હતી.પોલીસની રેડ દરમિયાન બંગલીમાંથી 6 ઈસમો ગંજીપાનાથી હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 51 હજાર 800, છ મોબાઈલ ફોન, ત્રણ મોટરસાયકલ-મોપેડ અને ગંજીપાના સહિત કુલ રૂપિયા 1 લાખ 71 હજાર 800નો મુદ્દામાલ કબજે કર્યો છે.પકડાયેલા તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે આરોપીઓને વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Exit mobile version