Site icon hindtv.in

પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું

પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું
Spread the love

પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું
કોડીનારની ઘાટવડ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ

પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ તેમના ભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું

પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં મૃતક ભરતભાઈ ઓડેદરાના ભાઈ કાનભાઈએ એવી ફરિયાદ દાખલ કરાવી હતી કે, ગોસા ગામે ગત તા. 10 ડિસેમ્બરના રોજ મૃતક ભરતભાઈ અને તેમના ખેતરના મજુર સુનિલભાઈ ખેતરનું કામ પૂરું કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ત્યારે ભરતભાઈ ટ્રેક્ટર ચલાવતા હતા. એ સમયે ફટાકડા ફૂટવા જેવો કોઈ અવાજ આવ્યો હતો ત્યાર બાદ ભરતભાઈએ ટ્રેક્ટર ઉભું રાખી દીધું હતું અને ચીસો પાડવા લાગ્યા હતાં. જેથી સુનિલભાઈએ ભરતભાઇના ભાઈ કાનભાઈને ફોન કરી બોલાવતા તેઓ આવી પહોંચ્યા હતા જ્યાંથી ઈજાગ્રસ્ત ભરતભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા અને તેમનું પી.એમ. કરાવતા સાથળના ભાગેથી દેશી બનાવટની બંદૂકનો છરો નીકળતા ભરતભાઈની હત્યા થઈ હોવાની પુષ્ટિ થઇ હતી. આ બનાવ અંગે મૃતક ભરતભાઇના ભાઈ કાનાભાઇ ઓર્ડેદરાએ નવીબંદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 103 અને જી.પી. એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા બંદૂક ચાલકની વધુ તપાસ હાથ ધરી હતી. પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને કોડીનારની ઘાટવડ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ

પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ગામ લોકોએ રખોલુ કરવા કાસમ ખારી અને સાજણ ખારી નામના બે શખ્સોને 90 હજાર આપી રાખ્યા હતા. અને આ ઘટના બાદ બનેં શખ્સો ગામમાંથી રાતોરાત ગાયબ થઈ ગયા હતા જેથી શંકાના આધારે પોલીસે આ બંને વિરુદ્ધ વધુ શોધખોળ હાથ ધરતા પોલીસને કાસમ ખારી સુરેન્દ્રનગર હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર જઈ વધુ તપાસ કરતા કાસમ મળી આવ્યો હતો જેથી તેને લઇ પોરબંદર લઇ આવવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને કોડીનારની ઘાટવડ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version