Site icon hindtv.in

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણ

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણ
Spread the love

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણ
એસ.કે. મિલ સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા
કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં પહોંચ્યું

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો હોય તેમ એસ.કે. મિલ સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કરી કહ્યુ હતુ કે મિલ દ્વારા છોડાતુ કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં ઘરો સુધી પહોંચી રહ્યું છે.

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એસ.કે. મિલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે મિલમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળીને લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કરતા કહ્યુ હતુ કે કેમિકલ મિશ્રિત પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી ઘૂસતા દૈનિક જીવન પણ પ્રભાવિત બન્યું છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જવાબદાર મિલ સામે કડક કાર્યવાહી કરવાની અને પ્રદૂષણ પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરી હતી.

Exit mobile version