રાજકોટ ગોંડલમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ.
જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા વિરુદ્ધ આક્ષેપ.
ગોંડલના ભુણાવા ગામમાં ખનીજ ચોરી મામલે નોંધાઈ ફરિયાદ.
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને ભાજપના અગ્રણી સહદેવસિંહ જાડેજા સહિત છ વ્યક્તિઓ સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ તાલુકાના ભૂણાવા ગામની ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી આશરે 1,59,91,989 ની કિંમતની ખનીજ ચોરીનો આક્ષેપ છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને ભાજપના અગ્રણી સહદેવસિંહ જાડેજા સહિત છ વ્યક્તિઓ સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ખાણ-ખનીજ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે ભૂણાવા ગામની સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદે ખોદકામ કરીને ખનીજની ચોરી કરવામાં આવી હતી. આ મામલે વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સહદેવસિંહ જાડેજાએ તાજેતરમાં જ સામાન્ય સભામાં વિપક્ષી નેતા સામે નાણાંની માંગણીના આક્ષેપો કર્યા હતા. હવે તેઓ પોતે જ વિવાદમાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
ફરિયાદ નોંધાયા બાદ મીડિયા સમક્ષ આવેલા સહદેવસિંહ જાડેજાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેમની સામે ચૂંટણી લડેલા વિક્રમસિંહ જાડેજાના કહેવાથી આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જાડેજાના મતે, ચૂંટણીમાં મળેલી હારની અદાવત રાખીને વિક્રમસિંહ સતત તેમની અને ગ્રામ પંચાયત વિરુદ્ધ 150થી વધુ ખોટી અરજીઓ કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો કે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પરથી કોઈ વાહન, જેસીબી, ટ્રેક્ટર કે ડમ્પર મળ્યું નથી અને તેમની પાસે આવા કોઈ સાધનો પણ નથી. આક્ષેપિત જગ્યાએ 20 વર્ષથી ખાડા છે અને વર્ષો પહેલા રોડના કામ વખતે માટી વપરાઈ હોઈ શકે છે, જેમાં તેમનો કોઈ રોલ નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

