Site icon hindtv.in

ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરની પોલીસ પૂછપરછને લઈને રાજકીય ગરમાવો

ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરની પોલીસ પૂછપરછને લઈને રાજકીય ગરમાવો
Spread the love

ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરની પોલીસ પૂછપરછને લઈને રાજકીય ગરમાવો
કોંગ્રેસે પોલીસ પર દબાણના આક્ષેપ સાથે એસપી સમક્ષ રજૂઆત કરી

ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરની પોલીસ દ્વારા પૂછપરછના આક્ષેપને પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસે પોલીસ પર દબાણના આક્ષેપો કરી એસપી સમક્ષ રજૂઆત કરી છે.

ઉમરાળાના કોંગ્રેસ કાર્યકર મોઈન મુલતાનીને પોલીસે ભાવનગર લઈ જઈ પૂછપરછ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, સરકાર વિરોધી બોલવાનું બંધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ મોઈન મુલતાનીએ પણ પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્યમંત્રીનો વિરોધ કેમ કરો છો અને વિરોધ બંધ કરવા અંગે સવાલો કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે. પરત ઉમરાળા આવ્યા બાદ તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કોંગ્રેસ કોર્પોરેટર અને એડવોકેટ કિશન મેરે સમગ્ર કાર્યવાહીને ગેરકાયદેસર અટકાયત ગણાવી તપાસ અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે..

Exit mobile version