Site icon hindtv.in

સુરતમાં બકરી ઈદના તહેવાર પહેલા રાજકીય વિવાદ

સુરતમાં બકરી ઈદના તહેવાર પહેલા રાજકીય વિવાદ
Spread the love

સુરતમાં બકરી ઈદના તહેવાર પહેલા રાજકીય વિવાદ
ભાજપના કોર્પોરેટર હર્ષ મહેતાએ ગેરકાયદેસર પશુ કતલ મુદ્દે આવેદન આપ્યું
મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ

સુરતમાં બકરી ઈદના તહેવાર પહેલા રાજકીય અને પ્રશાસનિક સ્તરે એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટર હર્ષ મહેતાએ ગેરકાયદેસર પશુ કતલ રોકવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આગામી બકરી ઈદના તહેવારને લઈને સુરતમાં ગેરકાયદેસર પશુ કતલનો મુદ્દો ગરમાયો છે. વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હર્ષ અશોકભાઈ મહેતાએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં જણાવાયું છે કે, કેટલાક લોકો દ્વારા નિયમોને અવગણીને ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બકરી સિવાય ભેંસ અને ઊંટ જેવા ઉપયોગી પશુઓની કતલ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેટર હર્ષ મહેતાના જણાવ્યા અનુસાર આ પ્રકારની કતલ ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટની કલમ 8નું સીધું ઉલ્લંઘન છે. તેમણે તંત્ર પાસે કાયદાનું કડક પાલન કરાવવાની માંગ કરી છે.

રજુઆતમાં એ પણ જણાવાયું છે કે, કોઈપણ પશુની કતલ પહેલા વેટરનરી અધિકારી અને મ્યુનિસિપલ સ્લોટર ઓથોરિટીનું પ્રમાણપત્ર ફરજિયાત હોવા છતાં ઘણા સ્થળોએ આ નિયમોનું પાલન થતું નથી. કોર્પોરેટરે મ્યુનિસિપલ સ્લોટર ઓથોરિટી તેમજ પશુચિકિત્સા વિભાગને તાત્કાલિક સૂચના આપીને ગેરકાયદેસર કતલ રોકવા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Exit mobile version