Site icon hindtv.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ
Spread the love

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ
નવસારી જિલ્લા ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી
30 બેઠકો પર ભાજપે જીત મેળવતા કોંગ્રેસે હારની શરૂઆત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ જામ્યો છે તેવા સમયે નવસારી જિલ્લા ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લેતા અને સ્થિતિ નિર્માણ થઈ છે. ગણદેવી નગરપાલિકામાં મેન્ડેડ મોડા પહોંચતા 18 સભ્યોના ફોર્મ થયા છે અત્યાર સુધી કુલ 30 બેઠકો પર ભાજપે જીત મેળવતા કોંગ્રેસે હારની શરૂઆત કરી લીધી છે..

નવસારી જિલ્લામાં રાજકીય ભૂકંપની સ્થિતિ નિર્માણ થઈ છે કોંગ્રેસમાં આંતરિક વિવાદો ચરમશીમાં આવ્યા હતા પરંતુ હવે કોંગ્રેસના હોદ્દેદારોની બેદરકારી સામે આવી છે જેમાં નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના છ વોર્ડમાંથી 18 સભ્યોના ઉમેદવારી ફોર્મ મેન્ટેડ મોડા મળવાના કારણે રદ થયા છે. કુલ મળી નવસારી જિલ્લામાં 30 જેટલી બેઠકો પર ઉમેદવારી ફોર્મ રદ થયા છે જેને લઇને ભાજપે બિનહરીફ જીત મેળવી છે. માત્ર મેન્ટેડ પણ સમયસર ન પહોંચાડી શકે એવી અવ્યવસ્થાના ભાગરૂપે કોંગ્રેસે હારનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આક્રોશ ની લાગણી જન્મી છે. સંગઠનના હોદ્દેદારોની બેદરકારીને પગલે કાર્યકર્તાઓ ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ નેતાઓની ફરિયાદ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે 30 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લામાં અત્યાર સુધી બિનહરીફ જાહેર થઈ છે જેને લઇને ભાજપમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે જ્યારે કોંગ્રેસ ભૂંડી હાર તરફ આગળ વધી રહી છે….

રાજકારણી રણનીતિનો ભાગ રહેતો હોય છે અને ફોર્મ ભરવા તથા મીટીંગો યોજવા એ રણનીતિનો ભાગ રહેતો હોય છે ફોર્મ ભરવાની ટેકનીકલ અને સામાન્ય પરિસ્થિતિ પણ પાર ન પાડી શકે તેવી ભૂંડી સ્થિતિના કારણે નવસારી જિલ્લામાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ફોર્મ રદ થવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને નવસારી જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. એક જમાનાની રણનીતિમાં મહેર ગણાતી કોંગ્રેસ હવે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારતી થઈ ગઈ છે…

Exit mobile version