સુરતમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા અત્યારથી જ ચેકીંગ શરૂ
ડુમસ રોડ ખાતે ડ્રોન દ્વારા અને ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કીટ સાથે ચેકીંગ
ડુમસમાં આવેલ ફાર્મ હાઉસમાં પણ ચેકીંગ
સુરતમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા અત્યારથી જ ચેકીંગ શરૂ કરી દીધી છે. ત્યારે સુરત એસઓજી દ્વારા ડુમસ રોડ ખાતે ડ્રોન દ્વારા અને ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કીટ સાથે ચેકીંગ કરાયુ હતું.
સુરત શહેર એસઓજી એ 31મી ડિસેમ્બરને લઈ એડવાન્સ ચેકીંગ શરૂ કર્યુ છે. સુરત એસઓજીની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ હોય તેમ ડુમસ ખાતે ડ્રોન મારફતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. સુરતના ડુમસ રોડ પર સાઈલેન્ટ ઝોન સહિતના ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર ડ્રોન થી નજર રાખવા માટે ડ્રોન ઉડાવી ચેકિંગ કરાયુ હતું.તો સાથે ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કીટ દ્વારા અને મોબાઈલ ફોરેન્સિક વાન પણ સાથે રાખીને તપાસ શરૂ કરાઈ હતી. તો કોઈપણ નશાની હાલતમાં ઝડપાશે તો જેલની હવા ખાવી પડશે. તેમ જણાવાયુ હતું. ડુમસ વિસ્તારમાં મોટા ભાગે ફાર્મ હાઉસ આવેલા છે, ત્યાં ડ્રોન મારફતે ચેકીંગ કરવામાં આવશે તેમ જણાવાયુ હતું.

