Site icon hindtv.in

5 વર્ષથી ફરાર આરોપીને માંડવી પોલીસે ઝડપી પાડ્યો

5 વર્ષથી  ફરાર આરોપીને માંડવી પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

 

5 વર્ષથી ફરાર આરોપીને માંડવી પોલીસે ઝડપી પાડ્યો
પોલીસે સોહીલ હુસેન મુલતાનીની ધરપકડ કરી હતી

માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય માંડવી પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.

સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલ હોય જેથી બીકે વનાર વિભાગીય પોલીસ અધિકારી માંગરોળ વિભાગ તથા એ.એસ ચૌહાણ, પોલીસ ઇન્સપેક્ટર, માંડવી પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય નાઓએ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી જરૂરી દિશા સુચન અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરેલ. ઉપરોક્ત સૂચનાના આધારે માંડવી પોલીસ સ્ટેશનના એ.કે.ઠાકોર અને તેમની ટીમ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે નાસતા ફરતા આરોપી સોહીલ હુસેન મુલતાનીની મોજે. બલેઠી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પડ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version