Site icon hindtv.in

સુરત : ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો

સુરત : ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

સુરત : ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો
11 લાખ 37 હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો
પોલીસે શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીની ધરપકડ કરી

સુરતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો કરી રહ્યા છે ત્યારે ઉધના પોલીસ મથકની હદમાં ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના એમ.જી. રોડ નંબર 11 પરથી પસાર થતા અતુલ શક્તિ ટેમ્પોને આંતર્યો હતો અને તેની ઝડતી લેતા તેમાંથી 11 લાખ 37 હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ટેમ્પો અને દારૂનો જથ્થો થતા મોબાઈલ મળી 12 લાખ 47 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીની ધરપકડ કરી કયાદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version