Site icon hindtv.in

સુરત : ઘરફોડ ચોરી કરવા ગયેલી ટોળકીને પોલીસે ઝડપી પાડ્યો

સુરત : ઘરફોડ ચોરી કરવા ગયેલી ટોળકીને પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

સુરત : ઘરફોડ ચોરી કરવા ગયેલી ટોળકીને પોલીસે ઝડપી પાડ્યો
જહાંગીરપુરામાં ક્લબ 100 બિલ્ડીંગમાં ઘરફોડ ચોરીની 3 ટોળકીઓ હથિયારો સાથે ઝડપાઇ
જહાંગીરપુરા પોલીસે હથીયારો તથા મુદ્દામાલ કબ્જે કર્યો

જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રીના સમયે ક્લબ 100 એમપાયર બિલ્ડીંગમાં ઘરફોડ ચોરી કરવા ગયેલી અલગ અલગ ત્રણ ટોળકીને હથિયારો સહિતના મુદ્દામાલ સાથે જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી હતી.

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ગત 30મી જુલાઈના રોજ રાત્રીના સમયે ક્લબ 100 એમ્પાયર બિલ્ડીંગ ખાતે ત્રણ ચાર માણસોની અલગ અલગ ત્રણ ટોળકીઓ ચોરી કરવાના ઈરાદાથી બિલ્ડીંગમાં ઘુસી હોય જેને રહેવાસીએ જોઈ લેતા ઈમરજન્સી હેલ્પલાઈન પર ફોન કર્યો હતો જેને લઈ તાત્કાલિક જહાંગીરપુરા પોલીસ મથકની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી જો કે પોલીસને જોઈ આરોપી ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે પીછો કરી આરોપીઓને ઈસ્કોન મંદિર હળપતિવાસ પાસેથી ઝડપી પાડ્યા હતાં.  ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ ત્રણ ટીમો બનાવી ચોરી કરવા ગયા હતા. હાલ તો જહાંગીરપુરા પોલીસે આઠ આરોપીઓ હિતેશ લસણીયા, ધર્મેશ દંતાણી, મુકેશ પાટણવાડીયા મુકેશ પટણી, જાની પાટણીયા રવી પાટણવાળા, રાજેશ પાટણવાળા રવી વઢીયારા તથા ચાર બાળ કિશોરોને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી હથીયારો તથા મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

Exit mobile version