સુરતમાં નશાકારક વસ્તુઓના વેચાણ સામે પોલીસની લાલ આંખ
ઝોન 4 માં આવતા પોલીસ મથકો દ્વારા કરાયેલી કામગીરી
અઠવા, ઉમરા, વેસુ, પાંડેસરા, ખટોદરા અને અલથાણમાં ચેકીંગ
સુરતમાં નશાકારક વસ્તુઓના વેચાણ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે ત્યારે ઝોન 4 માં આવતા પોલીસ મથકો દ્વારા કરાયેલી કામગીરી અંગે ડીસીપીએ માહિતી આપી હતી.
સુરતમાં ડીસીપી ઝોન 4 પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું. નશાકારક વસ્તુઓનુ વેચાણ ન થા તે માટે પાનના ગલ્લા ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે કોમ્બિંગ કરાયું હતું. જેમાં અઠવા, ઉમરા, વેસુ, પાંડેસરા, ખટોદરા અને અલથાણ પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ કરાયુ હતું. યુવાનો અને કિશોરેને નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરાઈ અને ગલ્લામાં ગેરકાયદેસર સામાન રાખવા બાબતે પણ કાર્યવાહી કરાઈ હતી. સાથે સ્કુલ અને કોલેજના 100 મીટરના એરિયામાં પ્રતિબંધીત વિસ્તારમાં ગેરકાયદેસર વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે. અને 18 જેટલા લોકોની અટકાયત કરાઈ હતી.
