Site icon hindtv.in

સુરત : ઉધનાની ઉમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોલીસના દરોડા

સુરત : ઉધનાની ઉમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોલીસના દરોડા
Spread the love

સુરત : ઉધનાની ઉમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોલીસના દરોડા
શહેરમાં બ્રાન્ડના નામે બનાવટી બેગનું કારખાનું પકડાયું
કુલ 4.77 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ

સુરતની એલસીબી ઝોન ટુ અને ઉધના પોલીસે પુમા કંપનીના સ્કુલ બેગ તથા ડીઝલ કંપનીના ડુપ્લીકેટ ટ્રાવેલીંગ બેગ બનાવનાર આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે નાયબ પોલીસ કમિશનરની એલ.સી.બી. ઝોન ટુની ટીમે ઉધના પોલીસને સાથે રાખી બાતમીના આધારે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર ચાર ઉમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ સાદીકા બેગ નામના ખાતામાં દરોડા પાડ્યા હતાં જ્યાંથી પુમા કંપનીના સ્કુલબેગ તથા ડીઝલ કંપનીના ડુપલીકેટ ટ્રાવેલીંગ બેગ બનાવનાર સેહજાદ આલમ અને ઈફ્તેખાર સલમાનીની ધરપકડ કરી હતી અને તેઓના ખાતામાંથી પુમા તથા ડિઝલ કંપનાના ડુપ્લીકેટ બેગ અને ટ્રાવેલીંગ બેગ મળી 4 લાખ 77 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version