વરાછામાં જુગારધામ પર પોલીસનો દરોડો
હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા.
સુરતની વરાછા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી જુગાર હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ સુરતની વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી મળેલી બાતમીના આધારે હારજીતનો જુગાર રમતા ગુલાબ યાદવ, સુધીરકુમાર મિસ્ત્રી અને શ્રીકિશન ખટીકને ઝડપી પાડી 11 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

