સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રસ્તા પર
31મી ડિસેમ્બર માટે અત્યારથી જ સુરત પોલીસ રસ્તા પર ઉતરી
અલગ અલગ જગ્યાએ ચેકિંગ શરૂ કરાયુ
સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ 31મી ડિસેમ્બર માટે અત્યારથી જ સુરત પોલીસ રસ્તા પર ઉતરી ગઈ હોય તેમ અલગ અલગ જગ્યાએ ચેકિંગ શરૂ કરાયુ હતું.
સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રસ્તા પર ઉતરી આવી છે. ૩૧ ડિસેમ્બરની અપેક્ષાએ વિવિધ સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવી છે. સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર નિધિ ઠાકુર ટીમ સાથે વિસ્તારમાં તપાસમાં નીકળ્યા હતાં. તો સુરત એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. શકમંદોની ઓળખ કરવા માટે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રગ્સનો ઉપયોગ કરનારાઓને ઓળખવા માટે મોબાઈલ ફોરેન્સિક વાન પણ તૈનાત કરવામાં આવી છે. લોકો ૩૧ ડિસેમ્બર શાંતિથી ઉજવી શકે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન જો કોઈ નિયમોનો ભંગ કરતો જોવા મળશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જો કોઈ નશામાં વાહન ચલાવતો અથવા ખલેલ પહોંચાડતો જોવા મળશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના મુખ્ય સ્થળો અને ચોકડીઓ પર આવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. આ ચેકિંગ હંમેશા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કાર્યક્રમ હેઠળ કરાઈ છે, પરંતુ 31 ડિસેમ્બર માટે તે વધુ તીવ્ર બન્યું છે.

