Site icon hindtv.in

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ મેદાને

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ મેદાને
Spread the love

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ મેદાને
દેશી હાથ બનાવટની પિસ્ટલ અને કાર્ટીઝ સાથે એકને ઝડપ્યો
યુપીવાસીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ મેદાને છે ત્યારે સુરતની સચીન પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ અને કાર્ટીઝ સાથે યુપીવાસીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે એક તરફ સુરતમાં ગુનાખોરી વધી રહી છે ત્યાં બીજી તરફ આવી રહેલા તહેવારોને ધ્યાને લઈ સુરત પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની સચીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે સચીન વિસ્તારમાંથી ગેરકાયદે દેશી હાથ બનાવટની પિસ્ટલ અને કાર્ટીઝ લઈ ફરતા યુપીવાસી મોહીત હરકેશ પાસવાનને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version