Site icon hindtv.in

ભાવનગરમાં ૪૧ મી રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ફૂટ પેટ્રોલિંગ

ભાવનગરમાં ૪૧ મી રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ફૂટ પેટ્રોલિંગ
Spread the love

ભાવનગરમાં ૪૧ મી રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ફૂટ પેટ્રોલિંગ
પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે રસ્તા પર ઉતર્યા.

ભાવનગરમાં ૪૧ મી રથયાત્રા પૂર્વે એસપી નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે રસ્તા પર ઉતર્યા. પેટ્રોલિંગમાં ડીવાયએસપી, તમામ ડિવિઝનના પીઆઈ(પીઆઈ), (એલસીબી), (એસઓજી) સહિત ક્યુઆરટી – અને વજ્ર વાહનો સાથે આખો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

શહેરના મુખ્ય અને સંવેદનશીલ માર્ગો જેવા કે ઘોઘાગેટ ચોકી, મેઈન બજાર, ખારગેટ, મામાકોઠાર રોડ, બાર્ટન લાઈબ્રેરી અને દીવાનપરા રોડ પર ચુસ્ત પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરાઈ. એસપી નિતેશ પાંડે દ્વારા સમગ્ર રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું. જે વિસ્તારો વધુ સંવેદનશીલ જણાયા ત્યાં વધારાના બેરિકેડ્સ (આડશ) મૂકવા અને ચુસ્ત પોલીસ સ્ટાફ તૈનાત કરવા માટે સ્થળ પર જ કડક સૂચનાઓ આપવામાં આવી.

Exit mobile version