Site icon hindtv.in

સુરતમાં ગુનેગારોનો આતંક દુર કરવા પોલીસ મેદાને

સુરતમાં ગુનેગારોનો આતંક દુર કરવા પોલીસ મેદાને
Spread the love

સુરતમાં ગુનેગારોનો આતંક દુર કરવા પોલીસ મેદાને
લાલગેટ પોલીસે માથાભારે હત્યાના પ્રયાસના આરોપીનું સરઘસ કાઢ્યું
માથાભારે સમીર ઉર્ફે શાહરૂખએ હત્યાનો પ્રયાસ કર્યો હતો

સુરતમાં ગુનેગારોનો આતંક દુર કરવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે લાલગેટ પોલીસે માથાભારે હત્યાના પ્રયાસના આરોપીને પકડી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતમાં ગુનેગારો જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં સૈયદપુરા વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા માથાભારે સમીર ઉર્ફે શાહરૂખએ હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ગુનો આચરી આરોપી ભાગી છુટ્યો હતો. જેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતાં. તો લાલગેટ પોલીસે આરોપી સમીર ઉર્ફે શાહરૂખને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તો આરોપીથી લોકોને ન ડરવા અને પોલીસને જાણ કરવા પણ અપિલ કરી હતી.

Exit mobile version