Site icon hindtv.in

સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે કડક અભિયાન હાથ ધર્યું

સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે કડક અભિયાન હાથ ધર્યું
Spread the love

સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે કડક અભિયાન હાથ ધર્યું
છ પોલીસ મથકોમાં પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું
મોટી સંખ્યામાં લોકોએ અરજીઓ આપી હતી

સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ સુરત શહેર પોલીસ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે ડીસીપી ઝોન ૪ હેઠળ આવતા છ પોલીસ મથકોમાં પોલીસે આજે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું.

સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે કડક અભિયાન હાથ ધર્યું છે ત્યારે ઝોન ફોર હેઠળ આવતા છ પોલીસ મથકોમાં પોલીસે આજે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ અરજીઓ આપી હતી. આ સાથે વ્યાજખોરો ભોગ બનનારાઓને ઊંચા વ્યાજે પૈસા આપી અને ધાક ધમકીઓ આપી ઘણી વખત મકાન પડાવી લેતા હોય છે અથવા તો સોના ચાંદીના દાગીના પણ લઈ લેતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળો યોજાયો હતો. જેમાં સુટેક્સ બેંકની ટીમ ઉપસ્થિત રહી હતી અને એક લાખ રૂપિયા સુધીની લોન અરજદારોને કોઈપણ ગેરેન્ટેડ વસ્તુઓ વગર આપી હતી. મોટી સંખ્યામાં લોકોએ આ લોનનો લાભ લીધો હતો. સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે વ્યાજખોરોને સુરત પોલીસ છોડશે નહીં પરંતુ , તમે પણ એક વખત પોલીસમાં તમારી ઘટનાઓ અંગે જાણ કરો.

Exit mobile version