Site icon hindtv.in

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે કરી લાલ આંખ

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે કરી લાલ આંખ
Spread the love

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે કરી લાલ આંખ
ગુજસીટોકના ડરથી સદ્દામ ગેંગ થથરી
3.50 કરોડના બંગલાની ચાવી સામેથી એસઓજીને સોંપી
ચાર વર્ષ બાદ પીડિત ડોક્ટરે પોતાના બંગલામાં પગ મૂક્યો

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ગુજસીટોક ટોળકીએ ડોક્ટરનો પચાવી પાડેલો બંગલો પરત અપાવતા ડોક્ટર અને તેમના પરિવારે એસઓજી અને સુરત પોલીસ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરતના રાંદેર રોડ ખાતે આવેલ તાડવાડીમાં મૈરૂલક્ષ્મી સોસાયટી સામે અમી રો હાઉસમાં રહેતા ડો. મોહંમદઝાકીર ઐયુબભાઇ મેમણ નો આજ સોસાયટીમાં આવેલો બંગલો નંબર 45 વાળી મિલ્કત ગુજસીટોકની ગેંગ સદામ ગૌડીલ ગેંગના મુખ્ય ગેંગ લીડર ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ ઈકબાલ બચાવ તથા તેની ગેંગના સાગીરતોએ છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે કબ્જો કરી મિલકત પડાવી લીધી હતી. જો કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની સુચના મુજબ એસ.ઓ.જી. સુરત શહેર તથા ચોક બજાર પોલીસ સ્ટેશન સુરત શહેર દ્વારા સંયુકત રીતે જહેમત ઉઠાવી સદામ ગૌડીલ ગેંગ વિરૂધ્ધમાં ગુજસીટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015 હેઠળ કાયદાકીય ગાળીયો કસી ડો. મોહંમદ ઝાકીર ઐયુબભાઇ મેમણની કબ્જે થયેલી મિલકત પરત અપાવતા ડો. મોહંમદઝાકીર ઐયુબભાઇ મેમણ પરીવાર નાઓએ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગૈહલોત સાહેબ તથા એસ.ઓ.જી સુરત શહેરની ઉમદા અને સરાહનીય કામગીરીને આવકારી હતી.

Exit mobile version