Site icon hindtv.in

સુરત : ચોરી કરનારાઓ પર પોલીસે લાલ આંખ કરી

સુરત : ચોરી કરનારાઓ પર પોલીસે લાલ આંખ કરી
Spread the love

સુરત : ચોરી કરનારાઓ પર પોલીસે લાલ આંખ કરી
ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
જબ્બાર ઉર્ફે માસ શેખની ધરપકડ

કતારગામ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરના ખિસ્સામાંથી રોકડની ચોરી થવાના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતમાં તહેવારો સમયે ચોરી કરનારાઓ પર પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓ અને વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે સુરતના કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા મુસાફરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ ચોરીના ગુનામાં વોન્ટેડ એવા રીઢા ચોર મુળ મહારાષ્ટ્રના ઓરંગાબાદનો અને હાલ ભેસ્તાન આવાસ ખાતે રહેતા જબ્બાર ઉર્ફે માસ શેખને ઉધના ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version