Site icon hindtv.in

ડુમસ દરિયા કિનારા પર ફોટોગ્રાફરો ઉપર પોલીસની દાદાગીરી

ડુમસ દરિયા કિનારા પર ફોટોગ્રાફરો ઉપર પોલીસની દાદાગીરી
Spread the love

ડુમસ દરિયા કિનારા પર ફોટોગ્રાફરો ઉપર પોલીસની દાદાગીરી
સુરત કલેકટરને ફોટોગ્રાફરોએ આવેદન પત્ર આપ્યુ
ડુમસ બીચ પર લોકો ગાંજાનું વ્યસન કરતાં હોવાનો પણ આક્ષેપ

સુરત કલેકટરને ડુમસ દરિયા કિનારા પર ફોટોગ્રાફીનો કામકાજ કરનારા ફોટોગ્રાફરોએ ડુમસ પોલીસ એનકેન પ્રકારે પરેશાન કરતી હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર આપ્યુ હતું.

સુરત શહેરના છેવાડે આવેલા ડુમસ દરિયા કિનારે ફોટોગ્રાફર ઓને ફોટોગ્રાફી કરવા દેવામાં આવતી નથી તેવા આક્ષેપો સાથે ફોટોગ્રાફર જિલ્લા કલેક્ટર કચેરીએ ડુમસ પોલીસ ની હેરાનગતિ સામે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતાં. ડુમસ પોલીસથી ત્રસ્ત થઈ ફોટોગ્રાફરએ જણાવ્યું હતું કે પોલીસ ખાતું અમારા ઉપર ખોટા ખોટા કેસ કરી તડીપાર કરવાની ધમકી આપી રહ્યા છે. ફોટોગ્રાફર બીચ ઉપર જાય છે તો પોલીસ દ્વારા તેમને બીજ પર ધંધો કરવા દેવામાં આવતો નથી. સાથે ડુમસ બીચ પર કેટલાક લોકો ગાંજાનું વ્યસન કરતાં હોવાનું પણ આક્ષેપ આ ફોટોગ્રાફર એ કર્યો છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે ડુમસ પોલીસને અમારી એટલી વિનંતી છે કે અમને ડુમસ બીચ પર ફોટોગ્રાફી કરવા દે કારણ કે અમારી રોજી રોટી ઘરનો ખર્ચો આમાંથી નીકળે છે. તેમ રડતી આંખે જણાવ્યું હતું.

Exit mobile version