સુરતમાં ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ મેદાને
અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં રીઢાને ઝડપ્યો
રીઢાઓ ડેનીશ ઉર્ફે ડેનીયો ભુપત ઘોઘારી અને યશ ભુપત પાઠકને ઝડપ્યો
સુરતમાં ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને ઝડપી પાડી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એનએ ચાવડાની ટીમ તપાસમાં જોડાઈ હતી ત્યારે અહેકો ભીખનભાઈ અને અપોકો અશોકભાઈ તથા કર્મરાજસિંહએ અડાજણમાં પ્રાઈમ આર્કેડ પાસે સમરતકુંજ એપાર્ટમેન્ટની દુકાનને રાત્રીના સમયે નિશાન બનાવી હાથ ફેરો કરનાર રીઢાઓ ડેનીશ ઉર્ફે ડેનીયો ભુપત ઘોઘારી અને યશ ભુપત પાઠકને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

