સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ મેદાને
ઉત્રાણ પોલીસે પાનના ગલ્લાઓ પર ચેકીંગ કર્યુ
અસામાજિક તત્વોમાં રિતસરનો ફફડાટ જોવા મળ્યો
સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે ઉત્રાણ પોલીસે વરાછા અને ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓની તપાસ સાથે પાનના ગલ્લાઓ પર ચેકીંગ કર્યુ હતું.
સુરતમાં ગુનાખોરી ડામવા અને નશાનો કાળોકારોબાર ડામી દેવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા વરાછા તથા ઉત્રાણ વિસ્તારમાં આવેલ હોટલમા અસામાજિક પ્રવૃત્તિ બાબતે તપાસ કરવાની સથે પાનના ગલ્લા પર નશાકારક પદાર્થના વેચાણનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જેને લઈ અસામાજિક તત્વોમાં રિતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.

