Site icon hindtv.in

સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને

સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને
Spread the love

સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને
1 હજારથી પણ વધુ ગુનેગારોને પરેડ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરાયા
હથિયારો લઈ ફરતા આરોપીઓને ભેગા કરી વોર્નિંગ અપાઈ

સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે સુરત પોલીસ દ્વારા 1 હજારથી પણ વધુ ગુનેગારોને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરી તેઓને કડક વોર્નિંગ આપવામાં આવી હતી.

સુરત પોલીસ ગુન્હેગારો સામે એક્શન મોડ કાર્યવાહીમાં આવી ગઈ હોય તેમ પ્રિવેન્ટિંગ એકશન શરૂ કરાયુ હતું. અને ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓ તથા અટકાયતી પગલા લેવાયે આશરે એક હજારથી વધુ ગુનેગારોને અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ એકત્ર કરાયા હતાં. સુરત પોલીસ વિભાગના સાત ઝોનની હદમાં આવતા પોલીસ મથકોના ભુતકાળમાં ડ્રગ્સ સહિતના કેસો તથા ધારીયા, તલવાર અને ચપ્પુ જેવા હથિયારો લઈ ફરતા આરોપીઓને ભેગા કરી તેઓના રહેઠાણ, કામકાજ સહિતની માહિતી મેળવી તેઓને ગુનો ન કરવા વોર્નિંગ અપાઈ હતી.

Exit mobile version