Site icon hindtv.in

પોલીસે બાળ મજૂરી કરતા બાળકોને કરાવ્યા મુક્ત.

પોલીસે બાળ મજૂરી કરતા બાળકોને કરાવ્યા મુક્ત.
Spread the love

પોલીસે બાળ મજૂરી કરતા બાળકોને કરાવ્યા મુક્ત.
સગીર વયના બાળકોને પુણા પોલીસે કરાવ્યા મુક્ત.
પોલીસે બાળ મજૂરી કરતા 6 બાળકોનું કર્યું રેસ્ક્યૂ.
બાળકોનું શોષણ કરતા આરોપી સામે પોલીસની કાર્યવાહી.

સુરત ની પુણા પોલીસે બાળ શ્રમિકોને મુક્ત કરાવી બાળકો પાસે કામ કરાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ અંગે પુણા પોલીસે જણાવ્યું હતું કે પુણા પોલીસની શી ટીમને બાતમી મળી હતી કે પુણાગામ સીતારામ સોસાયટીમાં બાળમજૂરી કરાવવામાં આવે છે જેથી પોલીસે બાતમીના આધારે ઘર નંબર 316 314 માં તપાસ હાથ ધરી હતી ત્યારે દિલીપસિંગ વર્દીસિંગ રાજપૂત અને સુરેશ સિંગ નાથુસિંહ ખરવડ પોતાના સાડીના ખાતાઓ પર બાળ શ્રમિકોને મજૂરી કરાવડાવી તેઓનું શોષણ કરતા હતા પુણા પોલીસની સી ટીમેં કુલ છ બાળ મજૂરોને મુક્ત કરાવ્યા છે અને બાળમજૂરી કરાવતા બંને ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે, ઘણા મહિનાઓ થઈ ગયા અમને રાજસ્થાનના ઉદેપુરથી સુરત લાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અહીં સાડીના જોબવર્કના ખાતાની અંદર રાખવામાં આવતાં હતાં. 12 કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને 200 રૂપિયા આપવામાં આવતા હતા. હાલ તો પુણા પોલીસ દ્વારા આ બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version