Site icon hindtv.in

સુરત : તાપી રિવરફ્રન્ટ પર પોલીસનું ડ્રોન સર્વેલન્સ

સુરત : તાપી રિવરફ્રન્ટ પર પોલીસનું ડ્રોન સર્વેલન્સ
Spread the love

સુરત : તાપી રિવરફ્રન્ટ પર પોલીસનું ડ્રોન સર્વેલન્સ
ડ્રોન જોતા જ અડિંગો જમાવીને બેસી રહેલા લોકોએ ચાલતી પકડી
ઝાડીઓની આડમાં થતી અસામાજિક પ્રવૃતિ પર લગામ કસવાનો પ્રયાસ

સુરતની અઠવા પોલીસે તાપી નદીના રિવરફ્રન્ટ પર ડ્રોન સર્વેલન્સ દ્વારા ચેકિંગ કર્યુ હતું. અને અડિંગો જમાવી બેસતા અસામાજિક તત્વોને ભગાડ્યા હતાં.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સુરતની અઠવા પોલીસે તાપી રિવરફ્રન્ટ પર ડ્રોન સર્વેલન્સથી ચેકિંગ કર્યુ હતું. તાપી નદીના રિવરફ્રન્ટ પર ઝાડીઓની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિ પર લગામ લગાવવા અને પ્રેમિ પંખીડાઓને ભગાડવા માટે પોલીસે પેટ્રોલિંગ કર્યુ હતુ ત્યારે ડ્રોન જોતા જ અડિંગો જમાવીને બેસી રહેલા લોકોએ ચાલતી પકડી હતી.

Exit mobile version