Site icon hindtv.in

સોનગઢમાં વોન્ટેડ આરોપીની તપાસ દરમિયાન પોલીસ અને પરિવાર સામસામે

સોનગઢમાં વોન્ટેડ આરોપીની તપાસ દરમિયાન પોલીસ અને પરિવાર સામસામે
Spread the love

સોનગઢમાં વોન્ટેડ આરોપીની તપાસ દરમિયાન પોલીસ અને પરિવાર સામસામે
કાયદાકીય તપાસ વિરુદ્ધ આક્ષેપોની રાજનીતિ
સોનગઢમાં કાયદાકીય તપાસ વિરૂદ્ધ આક્ષેપોની રાજનીતિ
વોન્ટેડ આરોપીની માતાએ લગાવેલા મારના આક્ષેપો

તાપી જિલ્લાના સોનગઢના બાપા સીતારામ નગર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા નાસતા ફરતા આરોપીની કાયદેસરની તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ અને આરોપીના પરિવાર વચ્ચે થયેલા વિવાદે નવો વળાંક લીધો છે. એક તરફ આરોપીની માતાએ મહિલા પોલીસ અધિકારી પર માર મારવાનો ગંભીર આક્ષેપ કરીને હોસ્પિટલમાં MLC નોંધાવ્યો છે, ત્યારે બીજી તરફ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી અને સોસાયટીના રહીશે પોલીસ સમક્ષ લેખિત નિવેદન આપી આ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા અને દબાણ લાવવાનો પેંતરો ગણાવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઇંગ્લિશ દારૂના ગુનાઓમાં સંડોવાયેલો અને લાંબા સમયથી વોન્ટેડ હર્ષલ ઉર્ફે સાગર દત્તુ કોકંડે પોલીસ પકડથી દૂર ભાગતો હોવાથી પોલીસ ટીમ તેના ઘરે તપાસ અર્થે ગઈ હતી. સાગર હાજર ન મળતાં, પોલીસ તેની માતા લલીતાબેન કોકંડેને પૂછપરછ માટે સોનગઢ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. સામા પક્ષે હોસ્પિટલમાં દાખલ લલીતાબેને આક્ષેપ કર્યો હતો કે પોલીસે ઘરમાં ઘૂસીને ઝપાઝપી કરી હતી અને પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારીએ તેમની પર રોષ ઠાલવી માર માર્યો હતો, જેના કારણે રાત્રે ગભરામણ અને ઉલ્ટી થતાં તેમને વ્યાસ જનરલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

પ્રત્યક્ષદર્શીના નિવેદનથી સત્ય આવ્યું સામે આ વિવાદ વચ્ચે સમગ્ર ઘટના દરમિયાન લલીતાબેનની સાથે હાજર રહેલા પ્રત્યક્ષદર્શી આશિષભાઈ નિમ્બાભાઈ પાટીલે સોનગઢ પોલીસ મથકના સબ-ઇન્સ્પેક્ટર સમક્ષ લેખિત નિવેદન આપતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. આશિષભાઈના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનમાં લલીતાબેનનું નિવેદન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે નોંધવામાં આવ્યું હતું અને ત્યાં કોઈ પણ પ્રકારની મારપીટ થઈ ન હતી. તબિયત બગડતાં લલીતાબેનને સૌપ્રથમ સોનગઢ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે કેસ નોર્મલ હોવાનું જણાવી રજા આપી દીધી હતી. આમ છતાં, કાયદાકીય તપાસને ગેરમાર્ગે દોરવા અને પોલીસ પર દબાણ લાવવાના બદઈરાદાથી જ વ્યારાની હોસ્પિટલમાં જઈ માર મારવામાં આવ્યો હોવાનું ખોટું નાટક રચી આક્ષેપો કરાયા હોવાનું સાક્ષીના નિવેદનથી ફલિત થાય છે.

Exit mobile version