સુરતમાં નો ડ્રગ્સ ઈન સુત સીટી અભિયાન હેઠળ પોલીસ એલર્ટ
ઝોન સાતમાં આવતા પોલીસ મથક વિસ્તારમાં તપાસ
10 થી વધારે લોકોની અટકાયત કરાઈ અને ચેકીંગ કરાયું
નો ડ્રગ્સ ઈન સુત સીટી અભિયાન હેઠળ પોલીસ એલર્ટમાં હોય ઝોન સાતમાં આવતા પોલીસ મથક વિસ્તારમાં તપાસ શરૂ કરાઈ હતી.
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ સુરત પોલીસ હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઝોન 7 વિસ્તારમાં ડીસીપી શૈફાલી બરવાલની આગેવાનીમાં પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરાઈ હતી. જેમાં પાલ, અડાજણ, હજીરા તેમજ ઈચ્છાપુર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ હતી. તો આ તપાસમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને નશા કારક પદાર્થો તેમજ નશા ના કામ માટે વપરાતી ચીજ વસ્તુઓ કબ્જે કરાઈ હતી. સાથે 10 થી વધારે લોકોની અટકાયત કરાઈ હતી અને આવનારા સમયમાં પણ ચેકિંગ ચાલુ રહેશે તેમ જણાવાયુ હતું.
