ડાંગમાં ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને લઈ પોલીસ સતર્ક
પોલીસની શાંતિ સમિતિની બેઠક યોજાય
જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ
ડાંગ સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે. આ ઉજવણીના માહોલમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને લઈને પોલીસની શાંતિ સમિતિની બેઠકનું પણ આજરોજ આયોજન કરાયું છે
નવા વર્ષના આગમન અને નાતાલના વેકેશન દરમિયાન ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય અને ખાસ કરીને સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે. આ ઉજવણીના માહોલમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચેના સ્થળો પર પોલીસ તૈનાત રહેશે. આંતરરાજ્ય સરહદ હોવાથી અહીં સૌથી વધુ કડક ચેકિંગ હાથ ધરાશે.પ્રવાસીઓના પ્રવેશ માટેના મુખ્ય દ્વાર પર સતત નજર રખાશે આ વિસ્તારમાં પણ પોલીસની ટિમ દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવશે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને લઈને પોલીસની શાંતિ સમિતિની બેઠકનું પણ આજરોજ આયોજન કરાયું છે
પોલીસ કર્મચારીઓ હવે માત્ર મેન્યુઅલ ચેકિંગ નહીં, પરંતુ આધુનિક સાધનોની મદદથી સજ્જ થઈને કામગીરી કરી રહ્યા છે. નશો કરેલા ચાલકોને સ્થળ પર જ પકડવા માટે આ મશીનનો ઉપયોગ થશે.રાત્રિ દરમિયાન ડ્રાઈવરોની સુરક્ષા અને પોલીસની વિઝિબિલિટી વધારવા માટે આ સાધનો અનિવાર્ય છે. જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
