સુરતમાં આગામી ગણેશ ચતુર્થી સહિતના તહેવારોને પગલે પોલીસ એલર્ટ
પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવા પેટ્રોલિંગ વધાર્યુ
સલાબતપુરા હદમાં ભૌતોલિક રચનાથી વાફેંક થવા પેટ્રોલિંગ વધાર્યુ
આગામી ગણેશ ચતુર્થી સહિતના આવી રહેલા તહેવારોને લઈ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવા રાખવા અત્યારથી જ પેટ્રોલિંગ વધાર્યુ હોય તેમ સલાબતપુરા વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સાયકલ પેટ્રોલિંગ કરાયુ હતું.
સુરત શહેરમાં આગમી ગણેશ ચતુર્થીના તહેવાર અનુસંધાને ખાસ પોલીસ કમિશનર વાબાંગ જમીર તથા ડીસીપી ચિરાગ પટેલ અને સલાબતપુરા પી.આઈ. કે.ડી. જાડેજાએ સ્ટાફ સાથે શ્રીજીના સ્થાપના તેમજ વિસર્જન રૂટ ઉપર સાયકલ પેટ્રોલિંગ કર્યુ હતું. અને આગામી સમયમાં અલગ અલગ તહેવાર નિમિત્તે પણ સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલા સલાબતપુરા હદમાં ભૌતોલિક રચનાથી વાફેંક થવા માટે આ મહત્વનો પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

