Site icon hindtv.in

તાપીમાં પોલીસની સક્રિયતા

તાપીમાં પોલીસની સક્રિયતા
Spread the love

તાપીમાં પોલીસની સક્રિયતા
વીજ વાયર ચોરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ,
લાખોનો મુદ્દામાલ જપ્ત

તાપી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે.

તાપી ડોલવણ સબ-ડિવિઝનલ કચેરીના જુનિયર એન્જિનિયરની ફરિયાદ મુજબ, ગાગાંપુરા ગામની સીમમાં વીજ પોલ પરથી આશરે ૪૦૦ કિલો એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી, જે અંગે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરીને ડોલવણ ચાર રસ્તા પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ—સુખદેવ મુન્નાલાલ ભાટ, સુખદેવ ઉર્ફે કુકા પૂનમસિંગ રાવત અને ગોવિંદસિંગ સોનસિંગ રાવત—મૂળ રાજસ્થાનના વતની છે અને કોન્ટ્રાક્ટમાં કામ કરવાની આડમાં ચોરીને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના વાયર, કટર, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ. ૩,૩૩,૯૫૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે..

Exit mobile version