સુરતમાં ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત પોલીસની કાર્યવાહી
પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડ્યા
સાંઈબાબા મંદિર પાસેથી બાઈક પર પસાર થતા બે શખ્સો ઝડપાયા
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાંઈબાબા મંદિર સામેથી બાઈક પર પસાર થતા બે આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી કોડીન સિરપની બોટલો કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરમાં નશાકારક પદાર્થો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી હોય તેમ પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે પુણાગામથી પર્વત પાટિયા ચાર રસ્તા તરફ જતા રોડ પર સાંઈબાબા મંદિર સામે વોચ ગોઠવી ત્યાંથી બાઈક પર પસાર થતા બે આરોપીઓને આંતરી તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી 58 જેટલી કોડીન સિરપની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે તઓ પાસેથી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કોડીન સીરપની બોટલો, બે મોબાઈલ અને બાઈક મળી 71 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

